અમેરિકામાં ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલરની લાંચનો આરોપ

અમેરિકામાં ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલરની લાંચનો આરોપ

અમેરિકામાં ગૌતમ અદાણી પર 250 મિલિયન ડોલરની લાંચનો આરોપ

Blog Article

અમેરિકાના પ્રોસિક્યુટરે ભારતીય બિલિયોનેર ગૌતમ અદાણી સામે સોલાર પાવર કોન્ટ્રાક્ટ માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને 250 મિલિયન ડોલરની લાંચ આપવાના કથિત વર્ષો લાંબા ષડયંત્રમાં સંડોવણીનો આરોપ મૂક્યો છે. અમેરિકામાં આવા આરોપના સમાચાર બહાર આવ્યા પછી ગુરુવાર, 21 નવેમ્બરે શેરબજારમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં 20 ટકા સુધીનો તોતિંગ ઘટાડો થયો હતો.

યુએસ પ્રોસિક્યુટર્સેના આરોપો મુજબ 62 વર્ષીય અદાણી, તેમના ભત્રીજા સાગર અને અન્ય પ્રતિવાદીઓએ 2020 અને 2024ની વચ્ચે ભારત સરકારના અધિકારીઓને સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે 250 મિલિયન ડોલરથી વધુની લાંચ ચુકવી હતી અને તેનાથી તેમને સંભવિતપણે 2 બિલિયન ડોલરનો નફો થવાની શક્યતા હતી. અદાણીએ આ બાબત અમેરિકન બેન્કો અને રોકાણકારોથી છુપાવી હતી. અમેરિકી બેન્કો અને રોકાણકારો પાસેથી અદાણીએ આ પ્રોજેક્ટ માટે અબજો ડોલર એકત્ર કર્યા હતાં.

અમેરિકાના કાયદા મુજબ અમેરિકાના રોકાણકારો કે માર્કેટ્સ સાથે કોઇ કનેક્શન હોય તો વિદેશીમાં ભ્રષ્ટાચારના આરોપોમાં કાર્યવાહી કરી શકાય છે.

ગૌતમ અદાણી અદાણી ગ્રુપના ગ્રૂપના ચેરમેન છે, જ્યારે ભત્રીજા સાગર આર અદાણી ગ્રુપમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રુપના ભૂતપૂર્વ સીઇઓ વિનીત જૈન સામે સિક્યોરિટી ફ્રોડ, સિક્યોરિટી ફ્રોડ કોન્સિકરેશી અને વાયર ફ્રોડ કોન્સીરેસીનો આરોપ છે. અદાણી સામે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) સિવિલ કેસમાં પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. સાગર અને જૈન પર સંઘીય કાયદાનો ભંગ કરવાનો પણ આરોપ છે.

યુએસ સત્તાવાળાઓએ કથિત સ્કીમના સંબંધમાં કેનેડિયન પેન્શન ફંડ, CDPQના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓ પર પણ આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેઓએ ઈમેલ ડિલીટ કરીને અને યુએસ સરકારને ખોટી માહિતી પૂરી પાડવા માટે સંમત થઈને લાંચની તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો.ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતી CDPQ અદાણી કંપનીઓમાં શેરહોલ્ડર છે.

Report this page